સમાઘોઘાની વાડી પાછળ જુગાર રમતા આઠ ઝડપાયા

copy image

copy image

મુંદરા તાલુકાના સમાઘોઘાની વાડી પાછળ ખુલ્લામાં બેસી તીનપતીનો જુગાર રમતા આઠ ખેલીને પોલીસે ઝડપી લીધા હતા. સાંજના અરસામાં  મુંદરા પોલીસે બાતમીના આધારે સમાઘોઘાના બસ સ્ટેશન પાછળ કિશોરસિંહ જાડેજાની વાડીની પાછળ ખુલ્લામાં બેસી તીનપતીનો જુગાર રમતા ભગીરથસિંહ કનકસિંહ જાડેજા, માણેક લક્ષ્મણભાઇ ગઢવી, હિતેન્દ્રસિંહ હઠીસિંહ જાડેજા, નિરૂભા વેલુભા જાડેજા, કિશોરસિંહ માધુભા જાડેજા, યશવંતસિંહ ઘનશ્યામસિંહ જાડેજા, ગિરિરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજા (રહે. તમામ સમાઘોઘા) અને કીર્તિભાઇ મગનભાઇ જાડેજા (મોટી ભુજપુર)ને રોકડા રૂા.25200, પાંચ મોબાઇલ કિં. રૂા.25,000 અને ત્રણ બાઇક કિં. રૂા.30,000 એમ કુલે રૂા.80,200ના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરાઇ હતી.