જંગડિયા ગામના ઝાલમાતાના મંદિરે તસ્કરે કર્યો ચોરીનો પ્રયાસ
અબડાસા તાલુકાના જંગડિયા ગામની મધ્યમાં રહેલા ઝાલમાતાના મંદિરના દરવાજાનાં તાળા તસ્કરે બુધવારની રાત્રિ દરમ્યાન તોડી ચોરીનો પ્રયાસ કર્યાની ફરિયાદ વાયોર પોલીસ મથકે નોંધાવવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ અબડાસા તાલુકાના જંગડિયા ગામે રહેતા જેઠાલાલ બાબુભાઈ ભાનુશાળી નામના ૫૪ વર્ષના આધેડે વાયોર પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ મુજબ , જંગડિયા ગામમાં મધ્યમાં રહેલા ઝાલમાતાના મંદિરના બુધવારની રાતથી ગુરુવારે સવાર સુધીના સમયમાં કોઈ તસ્કરે મંદિરના દરવાજાનાં તાળા તોડી અંદર પ્રવેશી ચોરીનો પ્રયાસ કર્યો હતો. આ ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.