ગાંધીધામમાં જાહેરમાં જુગાર રમતા સાત ખેલીની ધરપકડ

copy image

copy image

ગાંધીધામમાં બે જુદા-જુદા વિસ્તારોમાં પોલીસે છાપા મારી સાત ખેલીઓને પકડી પાડી રોકડ રૂા. 9800 જપ્ત કર્યા હતા. ગાંધીધામના જી.આઈ.ડી.સી.માં રાધેશ્યામ ગોદામ પાછળ ખુલ્લી જગ્યામાં જુગાર રમાઈ રહ્યો હતો ત્યારે ઢળતી બપોરના અરસામાં  અચાનક પોલીસ ત્રાટકી હતી અને નથુ વેરા ગોહિલ, મનજી બાબુ પરમાર, શંકર ડાયા લુહાર તથા રમેશ દેવશી પરમારને પકડી પાડયા હતા. ગંજીપાના ટીંચતા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 6450 જપ્ત કરાયા હતા. બીજી કાર્યવાહી ગાંધીધામના કાર્ગો રામદેવ નગર ઝૂંપડાં, બાવળોની ઝાડીમાં કરવામાં આવી હતી. અહીં પત્તા ટીંચતા પરસોત્તમ શંકર, રમેશ આલા તથા અશોક મફા મકવાણાની ધરપકડ કરવામાં આવી હતી. ખેલીઓ પાસેથી રોકડ રૂા. 3350 કબ્જે કરવામાં આવ્યા હતા.