સિપોર પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર પકડાઈ

લોકસભાની ચુંટણી સંદર્ભે મહેસાણા પોલીસે દારૂ-જુગારની પ્રવૃતિઓ અટકાવા ઝુંબેશ હાથ ધરી છે. જેમાં ખેરાલુ કેમ્પના સર્કલ પીઆઇ. પી.કે.પ્રજાપતિ સહિતનો પોલીસે સ્ટાફ મઢસણા પાટિયા સતલાસણાના વાવમાં રેહતા નરેન્દ્ર બળવંતસિંહ વાઘેલા પોતાની નંબર પ્લેટ વગરની કારમાં વિદેશી દારૂ ભરીને વડનગર તરફ આવી રહ્યો હોવાની બાતમી મળી હતી. જેથી પોલીસે મઢસણ રસ્તા પરથી આવી રહેલ કારને   અટકાવવાનો પ્રયાસ કરતાં કારચાલકે દોડાવી મુક્તા પોલીસે તેનો પીછો કર્યો હતો. આગળ જય કાર મૂકીને અંદર બેસેલા બે ઇસમો ફરાર થઈ ગયા હતા. પોલીસે કારમાં તલાશી કરતાં ભારતીય બનાવટની વિદેશી દારૂની 696 બોટલો મળી આવી હતી. જેથી પોલીસે રૂ. 4.70 લાખની મતા જપ્ત કરી બે ઇસમોઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *