મિરજાપરમાં વ્યાજખોર મહિલાએ વ્યાજ અને દાગીના પચાવી પાડ્યા
પશ્ચિમ કચ્છ પોલીસે ગેરકાયદેસર વ્યાજખોરોના વિષચક્રમાંથી લોકોને મુક્તિ અપાવવા તાલીમ ભવન ખાતે યોજેલા લોકસંવાદ બાદ તેની અસર હેઠળ વ્યાજખોરીના મામલે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ, મિરજાપરના નીરવ હેમંતભાઈ જોશીએ આરોપી દુર્ગાબેન જયંતભાઈ જોશી પાસેથી રૂા. 6 લાખ લીધા હતા, જેના પેટે સોનાનાં ઘરેણાં ગિરવે મુક્યા હતા. જે પછી ફરિયાદીએ આરોપીને ટુકડે-ટુકડે રૂા. 2.96 વ્યાજ પેટે ચૂકવ્યા હતા. રકમ ચૂકવ્યાના થોડા સમય બાદ દાગીના પરત મગાતાં આરોપી મહિલાએ વધારાના વ્યાજની રકમ રૂા. 3,84, લાખ માગી હતી. તે ઉપરાંત મૂળ રકમ રૂા. 6.40 લાખ એમ કુલ રૂા. 10,24,000ની ગેરકાયદેસર માગણી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.