આડેસર નજીક કાર અડફેટે પતિ, પત્ની, પુત્રી ઘાયલ

રાપર તાલુકાના આડેસર પાસે પૂરપાટ જતી કારની ટક્કર લાગતાં બાઇક પર જઇ રહેલા પતિ, પત્ની અને તેમની દીકરી ઈજાગ્રસ્ત થયા હોવાની ઘટના આડેસર પોલીસ મથકે નોંધાઈ હતી . ઘાણીથર રહેતા નારાણભાઈ અમરતભાઈ ગરવાએ નોંધાવેલ ફરિયાદ મુજબ, તા.22/6 ના તેઓ પત્ની વનિતાબેન અને સૌથી નાની દીકરી ધર્મીકાને લઇ બાઇક પર કડિયાકામ કરવા જઈ રહ્યા હતા તેઓ હોટલ પાસે પહોંચ્યા હતા ત્યારે પાછળથી પુરપાટ જઇ રહેલા કાર ચાલકે તેમની બાઈકને ટક્કર મારતાં તેમને, પત્નીને તેમજ દીકરીને પણ શરીરના ભાગે નાની મોટી ઈજા પહોંચી હોવાનું જણાવી અકસ્માત સર્જી નાસી ગયેલા કાર ચાલક વિરુદ્ધ  ફરિયાદ નોંધાઇ  હતી.