મોટા વાલ્કા-ઘડાણી સીમમાં બે પવનચક્કી પરથી 56 હજારના કેબલની  ચોરી

copy image

copy image

નખત્રાણાના મોટા વાલ્કા અને ઘડાણી સીમમાં આવેલ આઈનોક્ષ કંપનીની બે પવનચક્કી પરથી તસ્કરો 56 હજારનો કેબલ ચોરી જતા ફરિયાદ નોધાઈ હતી . પ્રાપ્ત માહિતી મુજબ ફરિયાદી બળવંતસિંહ તગસિંહ સોઢાએ નખત્રાણા પોલીસ મથકે અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ગુનો નોધાવતા જણાવ્યું કે ગુરુવારે સવારે પોતાના ઘરે હતા.એ દરમિયાન સિક્યુરીટીએ ફોન કરી પવનચક્કી નંબર ડીવાયએ-64 અને જીડીએન-04 પર ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું.જેથી ફરિયાદીએ સ્થળ પર જઈ તપાસ કરતા બન્ને પવનચક્કી પરથી રૂપિયા 56 હજારની કિંમતનો 180 મીટર કેબલ ચોર ઇસમ ચોરી કરી ગયો હોવાનું સામે આવ્યું હતું. બનાવને પગલે પોલીસે ગુનો નોંધી  આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.