જશોદાધામના વાડામાંથી શંકાસ્પદ પામ તેલના જથ્થા સાથે એકની અટક
ભચાઉ તાલુકાના જશોદાધામમાં આવેલા વાડામાં બાતમીના આધારે પોલીસે દરોડો પાડી રૂ.59,500 ની કિંમતના શંકાસ્પદ પામ તેલ સાથે એકની અટક કરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ , પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, નાની ચીરઈ જશોદાધામ રહેતા મિતેશ માદેવાભાઈ ચાવડાએ પોતાના વાડામાં ચોરી કે છળકપટથી મેળવેલો પામ તેલનો જથ્થો રાખેલો છે. આ બાતમીના આધારે તેના વાડામાં દરોડો પાડી આધાર પુરાવા વગરનો ३.59,500ની કિમતનો 595 લીટર પામ તેલનો જથ્થો મળી આવતાં મિતેશની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી કરાઈ હતી.