સુરત : સલાબતપુરા પોલીસે 1.32 કરોડની ઠગાઇ કરનાર શખ્સની કરી અટક

સુરત સલાબત પુરા વિસ્તારમાંથી ચીટીંગ કરીને ભાગતો ફરતો શખ્સ બે વર્ષે પોલીસની પકડમાં આવ્યો છે. શખ્સ લાલચંદ ટાવરી પોલીસથી બચવા માટે છેલ્લા બે વર્ષથી આમતેમ ફરી રહ્યો હતો. જેનો પોલીસ દ્વારા પકડી પાડી ચાર દિવસના રિમાન્ડ પણ મેળવવાયા છે. આ શખ્સએ 1.32 કરોડની ઠગાઈ કરી હતી. સુરત ખાતે રાધે માર્કેટમાં કામ કરતા લાલંચદ ટાવરી બે વર્ષ પહેલા અહીંના વેપારીઓ સાથે ઠગાઈ કરી પલાયન થઇ ગયા હતા. લાલચંદ ટાવરી પલાયન થયા બાદ બે વર્ષથી નાસતા ફરતા હતા. તેઓ વારે ઘડીએ પોતાનું લોકેશન બદલી નાખતા હતા. તેથી તેઓ પોલીસ પકડથી દૂર હતા. હાલ પોલીસે તેમની મુંબઇથી અટક કરી લીધી છે અને તેઓ હાલ જેલના સળિયા પાછળ છે. લાલચંદ ટાવરને પોલીસે અટક કર્યા બાદ તેમને કોર્ટમાં રજૂ કરી તેમના 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. લાલચંદ ટાવરી વિરૂદ્ધમાં સલાબત પુરા પોલીસ સ્ટેશનમાં જ ત્રણ જેટલા ગુના નોંધાયા છે. લાલચંદ ટાવરી સહિત આ મામલામાં તેની પત્ની મધુ ટાવરી અને ભાઇ આનંદ ટાવરી પણ સામેલ હતા. પરંતુ પોલીસે હાલ લાલચંદ ટાવરીની અટક કરી છે. સલાબત પુરા પોલીસના હાથે પકડાયેલો લાલચંદ ભેજાબાદ શખ્સ હતો કારણ કે તે પોલીસને ચકમો આપવા માટે છેલ્લા બે વર્ષમાં 35 જેટલા મોબાઇલ નંબર બદલી નાખ્યા હતા. આ ઉપરાંત તે તરકટ બાજ પણ હતો શખ્સ દ્વારા લેણદારોથી બચવા માટે બે વર્ષ પહેલા પોતાની દુકાનમાં જ આગ લગાવી હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે આગની ઘટનાનો ભાંડો ફૂટી જવાને કારણે જ તે સુરતથી પોતાની દુકાનને તાળા લગાવી રાતો રાત ફરાર થઇ ગયો હતો. સાથે તેની પત્ની અને ભાઇ પણ ફરાર થઇ ગયા હતા. જો કે પોલીસે લાલચંદની અટક કરી છે પરંતુ તેની પત્ની મધુ અને ભાઈ આનંદની અટક કરવાની હજુ બાકી છે ત્યારે પોલીસ લાલચંદ પાસેથી કેટલી વિગતો બહાર લાવી શકે છે તે જોવું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *