રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.એમ.જાડેજા સાહેબ ગોંડલ વિભાગનાઓ તરફથી મેચો પર રમાતા સટ્ટો જુગાર રમતા શંકુઓ ઝડપી પાડવા સુચના આપેલ હોય જે બાબતે અમો જસદણ પોલીસ સ્ટેશનના પો.ઈન્સ.શ્રી વી.આર.વાણીયા સાથે ડિ.સ્ટાફ પો.સબ.ઇન્સ આર.એ.ભોજાણી સાહેબ તથા પો.હેડ કોન્સ. રાજેશભાઈ ભુપતભાઈ તથા પો.કોન્સ વિજયભાઇ વલ્લભભાઇ વેગડ તથા પો.કોન્સ યુવરાજસિંહ ચંદ્રભાણસિંહ વાઘેલા તથા પ્રણયભાઇ ધીરજલાલ સાવરીયાનાઓ જસદણ શહેરમાં પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન પો.હેડ કોન્સ.રાજેશભાઈ તાવીયાને મળેલ ખાનગી બાતમી હકીકતને આધારે જસદણ ગામે રહેતા વાલજીભાઈ બીજલભાઈ ભેંસજાળીયા તથા અરવિંદભાઈ વાલજીભાઈ ભેંસજાળીયા રહે. બંને કલાલના ડેલા નજીક જસદણવાળાઓ પોતાની પાનમસાલાની દુકાને આજરોજ ચાલતી આઈપીએલ મેચ બેંગલોર અને દિલ્લી વચ્ચે રમાઈ રહેલ મેચ ઉપર ક્રીકેટસટ્ટો લેતા હોય જેઓ વિરૂધ્ધ કાયદેસરની તપાસ કરતા ટીવીસેટ તથા મોબાઈલ અને રોકડ રકમના મુદ્દામાલ સાથે રૂ.૧૨,૨૯૦ સાથે ઝડપી પાડી જુગારધારા હેઠળ કલમ મુજબ કાયદેસરની તપાસ કરેલ છે.