Crime જવાહર રસ્તા પર ઓફીસમાં અને પોપટપરા નજીક ઘરમાં દરોડો : જુગાર રમતા ૧૦ શખ્સો પકડાયા 6 years ago Kutch Care News રાજકોટ : જવાહર રસ્તા એમબેસી ટાવર કોમ્પલેક્ષ ટ્રાવેલ્સની ઓફીસમાં એ ડીવીઝન પોલીસે દરોડો પાડી જુગાર રમતા પાંચ અને પ્ર.નગર પોલીસે પોપટપરા રઘુનંદન સોસાયટીમાંથી પાંચ ઇસમોને ઝડપી લીધા હતા. મળતી વિગત અનુસાર શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની સુચનાથી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એન.કે. જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ.વી.સાખરા, એએસઆઇ બી.વી.ગોહીલ, હેડ કોન્સ. ઇન્દ્રસિંહ હેડ કોન્સ. હારૂનભાઇ, વીરેન્દ્રસિંહ, ધર્મેન્દ્રસિંહ, નરેશભાઇ, હાર્દિકસિંહ તથા મેરૂભા સહીત પેટ્રોલીંગમાં હતા. ત્યારે હારૂનભાઇ, ઇન્દ્રજીતસિંહ અને હાર્દિકસિંહને મળેલી બાતમીના આધારે જવાહર રસ્તા પર એમ.બીસી ટાવર કોમ્પલેક્ષમાં ઓફીસ નં. ૩ અને ૪ શ્રીનાથજી ટ્રાવેલ્સ નામની ઓફીસમાં દરોડો પાડી જુગાર રમતા બજરંગવાડી શેરી નં. ૧૪ નો જાહીદ ઓસમાણભાઇ મકરાણી (ઉ.વ.૩૭) જામનગર રસ્તા સ્લમ કવાર્ટર પાસે લાખાબાપાની વાડીમાં રહેતો એઝાઝ ફીરોઝભાઇ સંઘાર (ઉ.વ.ર૩) ભોમેશ્વરવાડી-૧ નો યુસુફ અબ્દુલભાઇ સાંઘ (ઉ.વ.૪૯) જામનગર રોડ હુડકો કવાર્ટર નં. પ૪નો અલ્તાફ મહંમદભાઇ અધામ (ઉ.વ.૪૦) અને કવાર્ટર નં. રપનો અબ્દુલ સાલેભાઇ સુમરા (ઉ.વ.પ૩)ને ઝડપી પાડી રૂ. ૪૬,૯પ૦ની રોકડ સહિતની મતા જપ્ત કરી તપાસ કરી હતી. જયારે બીજા દરોડામાં પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ ઓ.પી.સીસોદીયા, હેમેન્દ્રભાઇ સહીતે બાતમીના આધારે પોપટપરા રઘુનંદન સોસાયટી શેરી નં. ૧/૬ ના ખુણે રહેતો હર્ષદ છગનભાઇ ધામેચા (ઉ.વ.પ૦)ના ઘરમાં દરોડો પાડી જુગાર રમતા મકાન માલીક હર્ષદ તથા માથાપર ચોકડી પુલ નજીક ગોલ્ડન પોટોકો એપાર્ટમેન્ટના મયુર તુલશીદાસભાઇ તન્ના (ઉ.વ.ર૭), પરસાણાનગર શેરી નં. ૬નો ધાર્મી મીતેષભાઇ સોમમાણેક (ઉ.વ.ર૬) અને મીતેષ નરેન્દ્રભાઇ સોમમાણેક (ઉ.વ.૩૦) અને રેલનગર ડો.હેડગેવાર ટાઉનશીપ એપાર્ટમેન્ટની મોનીકા ભરતભાઇ પાઉ (ઉ.વ.ર૭) ને ઝડપી પાડી રૂ. ૧૯,૯પ૦ની રોકડ સહિતની મતા જપ્ત કરી તપાસ શરૂ કરી છે. Continue Reading Previous રાપરમાંથી 4 હજારના મુદ્દામાલ સાથે 3 ઇસમો પકડાયાNext ભુજ બી ડિવિઝન પોલીસે લુંટના ગુનાના ઇસમોને ગણતરીના કલાકોમાં ઝડપીને ભેદ ઉકેલ્યો More Stories Breaking News Crime Kutch વધુ એક હનીટ્રેપનો કિસ્સો આવ્યો સપાટી પર : ગાંધીધામના આધેડને હનીટ્રેપમાં ફસાવી 23 લાખ રૂપિયા પડાવનાર ટોળકી ઝડપાઈ 4 hours ago Kutch Care News Breaking News Crime Kutch દુધઇ નજીક ટેન્કર સાથે ટ્રેઇલર ધડાકાભેર અથડાતાં સર્જાયો અકસ્માત : અકસ્માતના 21 કલાક બાદ પણ ટ્રાફિક જામ 5 hours ago Kutch Care News Breaking News Crime Kutch માંડવીમાં વીજચોરી સામે આવતા 12.71 લાખની દંડનીય કાર્યવાહી કરાઈ 5 hours ago Kutch Care News Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment.