ભુજ બી ડિવિઝન પોલીસે લુંટના ગુનાના ઇસમોને ગણતરીના કલાકોમાં ઝડપીને ભેદ ઉકેલ્યો

ભુજ કચ્છ : નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલ નાઓએ અનડીટેકટ ગુનાઓ સત્વરે ડીટેકટ કરવા સુચના કરેલી જે અન્વયે ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.ન. ૬૪/૧૯ ઇ.પી.કો કલમ ૩૯૨, ૩૯૪ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબનો ગુનો ગઇ તા. ૬/૪/૧૯ ના ક. ૧૮/૩૦ વાગે ભુજીયા રીંગ પાસે બનવા પામેલ.જેમાં ફરીયાદીને સાંજના સમયે અજાણયા ઇસમોએ છરી બતાવી રોકડા રૂ. ૩,૦૦૦ ની લુંટ કરી ઇજાઓ પહોંચાડેલ હતી. જે સબબ ફરીયાદ અત્રે પોલીસ સ્ટેશન દાખલ થયેલ.જે ગુનાની તપાસ ઇ.પોલીસ ઇન્સપેકટર એ.એન.પ્રજાપતિનાઓ કરતા હોય જે ગુનાની ગંભીરતા સમજી તાત્કાલીક ફરીયાદીની યુકિત પ્રયુકિતથી પુછપરછ કરી ઇસમોના વર્ણન તથા ઉંમર મેળવી ડીસ્ટાફના એ.એસ.આઇ. જયદિપસિંહ તથા પો.કો.પરમવીરસિંહ,ધર્મેન્દ્રસિંહ,અનિરૂધ્ધસિંહ વગેરેના સ્ટાફને બાતમીદારથી બાતમી મળેલ કે લુંટના વર્ણન તથા ઉંમર વાળા ઇસમોઓ કેમ્પ વિસ્તારના છે. જેથી તેઓની બાતમી મેળવી આરોપી મુસ્તાક ભીખાભાઇ મીર, કાસમ સીકંદર સૈયદ તથા કાયદા ના સંર્ઘસમાં આવેલ કિશોર ત્રણેય રહે,ભુજ નાઓને પોલીસ સ્ટેશન લાવી પુછપરછ કરતા પોતે લુંટનો ગુનો કરેલાની કબુલાત કરેલ. સદરહું ઇસમોના ગુનાહિત ઇતિહાસની ચકાસણી કરતા ગાંધીધામ એ ડીવીજન ફ. ૧૦/૨૦૧૭ ઇ.પી.કો કલમ ૩૦૨ મુજબના કામે મુસ્તાક મીર અગાઉ ગાંધીધામ બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં મર્ડરના ગુનામાં ઝડપાયેલ  છે. ગાંધીધામ એ ડીવીજન ફ.૩૯/૧૯ ઇ.પી.કો કલમ ૩૨૬, ૩૨૫, ૧૧૪ વગેર મુજબના કામમાં નાસતો ફરતો હોવાની હકીકત ખુલવા પામી છે. ગાંધીધામ એ ડીવીજન ફ.૭૧/૧૮ ગાંધીધામ એ ડીવીજન ફ.૭૨/૧૮આમ, બી ડીવીઝન પોલીસની સર્તકતાથી લુંટનો ગંભીરના ગુનાના ઈસમને ગણતરીના કલાકોમાં અટક કરવા સફળતા મળેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *