રાપર તાલુકાના રામવાવ ચેકપોસ્ટ નજીક નાસતા-ફરતા આરોપીની શોધતી વખતે કારમાંથી ૫.૮૨ લાખનો દારૂ ઝડપી પાડયો હતો. જોકે બંને ઇસમો નાસી છૂટયા હતા. પોલીસે જણાવ્યું હતું કે, નાસતા-ફરતા ઇસમોને પકડતી સ્કવોડના પીએસઆઈ નિર્મલસિંહ રહેવરની ટીમે અંજાર પોલીસ સ્ટેશનના નાસતા ઈસમને ઝડપી અન્ય ઈસમને પકડવા ડાવરી જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં એક નંબર વગરની શંકાસ્પદ કાર જોવા મળી હતી. ત્યારે કારમાં સવાર ઇસમો જીતુભા વેલુભા રાઠોડ તાથા સંજય આહિર (ચોબારી) કાર મુકી ફરાર થઈ ગયા હતા. કારમાંથી અંગ્રેજી દારૂની ૧૪૮૨ બોટલ મળી આવી હતી. જેની કિંમત રૂ. ૫,૮૨,૦૦૦ આંકવામાં આવી હતી. દોઢ લાખની કાર પણ જપ્ત કરાઈ હતી.