વડોદરા તસ્કરીના ગુનામાં નાસતો ફરતો ઈસમ રાજુલામાંથી પકડાયો

અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્તલહ સુચના અન્વયે અમરેલી એલ.સી.બી. ટીમે વડોદરા શહેર ગોત્રી પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં. 37/2019 ઇ.પી.કો. કલમ મુજબના ગુન્હાના કામે પોતાની કાયદેસરની અટક ટાળવા માટે નાસતા ફરતાં ઈસમને ચોક્કસ બાતમી આધારે રાજુલા વાવેરા રસ્તા ઉપર આવેલ પેટ્રોલપંપ પાસેથી ઝડપી પાડવામાં સફળતાં મેળવેલ છે.  અરવિંદભાઇ ગોરધનભાઇ પટેલ, રહે.અકોટા, વડોદરા વાળા અલકાપુરી વિસ્તારમાં એક રીક્ષામાં બેસેલ અને મલ્હાર પોઇન્ટ પાસે આવતા રીક્ષા ચાલકે આગળ પોલીસ ચેકીંગ હોવાનું અને બીજા પેસેન્જરને ઉતારી તમને લેવા આવીશ તેવું કહીં પોતાને ત્યાં ઉતારી દીધેલ તે દરમ્યાનમાં રીક્ષામાં બેસેલ પસેન્જરોએ પોતાની થેલીમાંથી સોનાનો ચેઇન વજન બે તોલા, કિંમત રૂ.79,000 નો તસ્કરી કરી લીધેલ હોવાની ફરિયાદ નોંધાવેલ હતી. સદરહું ગુન્હાની તપાસ દરમ્યાન ઝડપાયેલ ઈસમનું નામ ખુલવા પામેલ હતું પરંતુ મજકુર ઈસમ પોતાની કાયદેસરની અટક ટાળવા માટે નાસતો ફરતો હતો. આ કામના ઇસમો રીક્ષા ચાલક તથા પેસેન્જર બની એકલા પેસેન્જરને રીક્ષામાં બેસાડી પેસેન્જરની નજર ચુકવી તેમનો કિંમતી સામાન તસ્કરી કરી આગળ પોલીસ ચેકીંગ હોવાનું બહાનું બતાવી પેસેન્જરને રસ્તામાં ઉતારી દેતા હતાં. આ આરોઙ્કીઓઙ્ગા ઙ્ગામ હરેશ લાભુભાઇ ચૌહાણ, ઉં.વ.29,, રહે.રાજુલા, જી.અમરેલી તા.10ના બપોરના અરસામાં ધરપકડ કરી વધુ તપાસ માટે રાજુલા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે. આ કામગીરી એલ.સી.બી. અમરેલીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.કે.વાઘેલા અને એલ.સી.બી.ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *