Skip to content
નવાગઢ (જેતપુર) સીટીમાંથી વરલી ફિચર રમાડતા 2 શંકુઓને જેતપુર સીટી પોલીસે રૂ.11,800ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની તપાસ હાથ ધરી હતી. રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એમ.ભરવાડ તરફથી દા તથા જુગારની બદીને સંપૂર્ણ રીતે નેસ્તનાબુદ કરવા સુચના હોય, જેથી જેતપુર સિટી પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. વિ.કે.પટેલના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ. એસ.આર.ખરાડી તથા એ.એસ.આઇ. જે.વી.સિંઘલ તથા પો.હેડ.કોન્સ એમ.એન.વાળા તથા પો.કોન્સ પ્રતિપાલ સિંહ વાળા તથા પો.કોન્સ. સમીરભાઇ બારોટએ રીતેના પેટ્રોલિંગમાં હતાં તે દરમિયાન પો.કોન્સ. પ્રતીપાલસિંહ વાળા તથા સમીરભાઇ બારોટને ખાનગી રાહે મળેલ હકીકતને આધારે જેતપુર નવાગઢ આશા પાન પાસેથી રેઇડ કરી વરલી ફિચરના જુગાર રમતા શંકુઓ હુસેન ઇબ્રાહીમ લાખાણી તથા ઇકબાલ ઉર્ફે ગની અબુ લાખાણી રહે.બંને નવાગઢવાળાઓને રોકડા રૂ.11,800 સાથે ઝડપી પાડી જુગારધારા કલમ મુજબ કાયદેસરની તપાસ કરેલ છે.