ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ ઇન્સ.ચૌધરીની સુચનાં મુજબ ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં પી.કે.ગામેતી, શક્તિસિંહ જયવંતસિંહ સરવૈયા, મયુરસિહ ગોહીલ તથા જે એમ ડાંગરએ રીતેનાં ગારીયાધાર ટાઉન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતાં. ત્યારે પાલીતાણા રોડ અર્જુન ટોકીઝ સામે પહોચતાં સામેથી એક શખ્સ શંકાસ્પદ હાલતમાં મોટર સાયકલ લઇ નીકળતાં તેને ઉભો રાખી મોટર સાયકલનાં કાગળો માંગતા નહી હોવાનું જણાવતાં તેમજ મોટર સાયકલ માલીકી બાબતે પુછપરછ કરતાં ફરયું ફરયું બોલતો હોય અને મોટર સાયકલ બાબતે કોઇ સંતોષકારક જવાબ આપતો ન હોય જેથી સદરહું હિરો સ્પ્લેન્ડર મોટર સાયકલ તસ્કરી અથવા તો છળકપટ થી મેળવેલ હોવાની શંકા જણાતાં પંચો રૂબરૂ શખ્સનું નામ ઠામ પુછતાં પોતે પોતાનું નામ વિપુલ ઉર્ફે બાલો બાબુભાઈ સોલંકી ઉ.વ.૧૯,ધંધો હિરા ધસવાનો રહે રધુભાઇ ભરવાડનાં મકાનમાં ભાડેથી વેલનાથ ચોક હાદાનગર લાલ ટાંકીની સામે ભાવનગર વાળો હોવાનું જણાવેલ જેથી હિરો કંપનીનું નવાં જેવું સ્પ્લેન્ડર મોટર સાયકલની કિંમત રૂ.૩૫,૦૦૦ શખ્સની ધોરણસરની ધરપકડ કરી ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરેલ છે.