આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે નવી બનતી સોસાયટીમાં દરોડો પાડીને 28 હજારના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમની અટક કરી

આણંદ: લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ગઈકાલે ગાના-મોગરી રસ્તા ઉપર આવેલી એક નવી બનતી સોસાયટીના મકાનમાં દરોડો પાડીને ૨૮,૮૦૦ના વિદેશી દારૂ સાથે એક ઈસમને પકડી પાડીને પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. રાત્રીના અરસામાં પેટ્રોલીંગ કરી રહેલી એલસીબીની ટીમને માહિતી મળી હતી ક, ગાના-મોગરી રસ્તા ઉપર નવી બનતી તુલસી હેરીટેજ સોસાયટીના મકાનમાં વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે જેથી પોલીસે દરોડો પાડતાં વિરેન્દ્ર ઉર્ફે વીરેન વિનોદભાઈ ચાવડા (રે. ગાના)ઝડપાઈ જવા પામ્યો હતો. પોલીસને મકાનમાંથી એપીસોડ ક્લાસીક વીસ્કીની ૭૨ બોટલો તેમજ મેકડોવેલ્ડ નંબર ૧ની ૪૮ બોટલો મળીને કુલ ૧૨૦ નંગ મળી આવ્યા હતા જેની કિંમત ૨૮,૮૦૦ રૂપિયા જેટલી થવા જાય છે. આ અંગે વિદ્યાનગર પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરાવીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.