નર્મદા જિલ્લાના સાગબારાના ચિકાલી પેટ્રોલ પમ્પ નજીક સાગબારા પોલીસે વોચ રાખી દારૂ લઈ જતી એક ગાડી સાથે એક વ્યક્તિને વિદેશી દારૂના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર સાગબારા પોલીસ ગતરોજ ચિકાલી પેટ્રોલ પમ્પ નજીક પેટ્રોલિંગમાં હતી. ત્યારે ત્યાંથી પસાર થતી હોન્ડા સિવિક ગાડી નંબર જીજે 5 સીજી 8876 ને અટકાવી તેની તપાસ કરતા તેમાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો મળી કુલ 265 ક્વાંટરીયા જેની કિંમત 26,500 તથા એક મોબાઈલની કિંમત 500 સાથે ગાડીમાં બેઠેલો મયુર ગુલાબરાવ મોરે રહે, મંદાના તા.શાહદા જિલ્લો .નંદુરબાર ને દારૂ તેમજ હોન્ડા સિવિક ગાડી જેની કિંમત 2 લાખ મળી કુલ રૂ.2,27,000 ના મુદ્દામાલ સાથે પકડી કાયદેસર તપાસ હાથ ધરી હતી.