ભચાઉના ભવાનીપુર વિસ્તારમાં ઘરની બહાર પાર્ક કરાયેલું બાઇક તસ્કરી થઈ ગયું હોવાની ફરિયાદ ભચાઉ પોલીસ સ્ટેશને લખવાઇ છે. 5 એપ્રિલ બનેલા બનાવમાં આગાઉ વેપારીએ જાતે શોધવાના પ્રયત્ન કર્યા પછી બાઇક ન મળતાં આખરે પોલીસને જાણ કરી હતી. આ અંગે ભવાનીપુરની શેરી નંબર 6 માં રહેતા વેપારી દિલીપ મોહનલાલ સોની (ચાંપાનેરીયા)એ લખાવેલી ફરિયાદને ટાંકી પીએસઓ રવિન્દ્રસિંહ ઝાલાએ વિગતો આપતાં જણાવ્યુ હતું કે, તા.5 એપ્રિલના સાંજના આરસામાં તેમણે પોતાના ઘર બહાર પાર્ક કરેલું રૂ.20,000 ની કિંમતનું બાઇક માત્ર એક જ કલાકમાં કોઇ અજાણ્યા શખ્સો તસ્કરી કરી ગયા હતા.