Skip to content
લખપત તાલુકાના નારાયણ સરોવર પોલીસ સ્ટેશનના 307ના ગુનામાં છેલ્લા 13 વર્ષથી નાસ્તો ફરતો ઈસમને રાજસ્થાનથી પશ્ચિમ કચ્છ સ્પેશીયલ ગ્રુપે પકડી પાડી નારાયણ પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે નારાયણ સરોવર પોલીસ સ્ટેશનમાં 2006થી હત્યાના પ્રયાસના ગુનામાં નાસ્તા ફરતા ઈસમ ખીરા તગા કોલી હાલ રાજસ્થાનના બારમેડમાં ચાંદાસણી ગામે હોવાની બાતમી મળતી પશ્ચિમ કચ્છ એસઓજીની ટીમે રાજસ્થાન જઇને ઈસમને પકડી પાડી આગળની તપાસ માટે નારાયણ પોલીસ સ્ટેશને સોંપ્યો હતો. ઈસમને પકડી પાડવાની કામગીરમાં એસઓજીના ઇન્ચાર્જ પીઆઇ એન.એમ.ચૌધરી સાથે હેડ કોન્સ્ટેબલ મદનસિંહ જાડેજા, તથા સુનિલભાઇ પરમાર અને ધર્મેન્દ્રસિંહ ગોહિલ જોડાયા હતા.