ગાંભોઇ પોલીસ સ્ટેશનની હદમાંથી ભારતીય બનાવટી વિદેશી શરાબની હેરાફેરી શંકુને સીએનજી રીક્ષા સાથે સાબરકાંઠા એલસીબીએ પકડી પાડ્યા

ગાંભોઇ પોલીસ સ્ટેશનની હદમાંથી ભારતીય બનાવટના વિદેશી શરાબની હેરાફેરી કરતી સી.એન.જી. રીક્ષાને પકડી પાડી કુળ કિંમત રૂ.૧,૫૮,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી શંકુને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ-સાબરકાંઠા આગામી લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૧૯ અન્વયે આદર્શ આચારસંહિતા અમલમાં આવેલ હોય જેથી પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી મયંકસિંહ ચાવડાનાઓએ આગામી લોકસભા ચુંટણીમાં નિષ્પક્ષ અને ભયમુક્ત રીતે મતદાન થઇ શકે તે હેતુથી સાબરકાંઠા પોલીસ અધિક્ષક શ્રી. ચૈતન્ય રવિન્દ્ર મંડલીક સા.શ્રી નાઓને સાબરકાંઠા જીલ્લામાં પ્રોહિબીશન તેમજ જુગારની પ્રવૃત્તીઓ નેસ્ત નાબુદ થાય તે માટે કડક અમલવારી કરવા સુચના આપેલ જેસુચના અન્વયે એલ.સીબી શાખાના પો.ઇન્સ. શ્રી વી.આર. ચાવડાનાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના અ.પો.કો. વિક્રમસિંહ તથા ડ્રા.પો.કો. દિલીપસિંહ તથા આ.પો.કો. તથા આ.પો.કો. અનિરુધ્ધસિંહ તથા અપોકો પ્રકાશભાઇ તથા આ.પોકો નિરીલકુમાર વગેરે એલ.સી.બી. સ્ટાફના માણસો પ્રોહી.અંગે વોચમાં હતા દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, “વિજયનગર રાણી બોર્ડર તરફથી ભીલોડા ધોલવાણી થઇ ગાંભોઇ તરફ ના રસ્તા ઉપર પીળા તથા લીલા કલરની બોડી/હુડ વાળી નંબર વગરની સી.એન.જી. રીક્ષા ભારતીય બનાવટનો વિદેશી ઇગ્લીશ શરાબનો જથ્થો ભરીને આવનાર છે. જે બાતમી હકીકત આધારે ઉપરોકત પોલીસ સ્ટાફના માણસો સાથે બામણા ત્રણ રસ્તા ઉપર જડબેસલાક નાકાબંધી ગોઠવી બાતમીવાળા વાહનની વોચમાં હતા તે દરમ્યાન ભીલોડા રીંટોડા તરફથી બાતમી મુજબની એક પીળા તથા લીલા કલરની બોડી/હુડ વાળી નંબર વગરની સી.એન.જી. રીક્ષા આવતા તે રીક્ષાને ઉભી રખાવી રીક્ષામાં જોતા પાછળની સીટના ભાગે ચોરખાનુ બનાવી જેમાં ઇગ્લીશ શરાબની છુટી નંગ ૭૦ કિંમત રૂ.૨૮,૦૦૦ની છુપાવેલ તથા નંબર વગરની રીક્ષા કિંમત રૂ.૧,૩૦,૦૦૦ મળી કુલ મુદ્દામાલ કિંમત રૂ.૧,૫૮,૦૦૦સાથે શંકુ રીક્ષા ચાલક વરગીશભાઇ વિનુભાઇ પરમાર રહે.મહાવીનગર રોડ, સોનલમાતાના મંદિરની બાજુમાં, આડોડીયા વાસ, ભાવનગર તા.જી.ભાવનગર વિરૂધ્ધ ગાંભોઇ પોલીસ સ્ટેશન થર્ડ ગુ.ર.નં.૨૫૭/૧૯ ધી ગુજરાત પ્રોહિ એકટ મુજબ ગુન્હો નોધી પ્રોહી ગણનાપાત્ર કેસ કરી આગળની વધુ કાર્યવાહી એલ.સી.બી. સાબરકાંઠાનાઓ કરી રહેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *