ગોધરા એલ.સી.બી.પોલીસે ઘોઘંબા તાલુકાના માલુકાટુ ગામેથી ભારતીય બનાવટનો રૂ.4.87.200 નો વિદેશી તથા રૂ. 5,00,000 લાખની કાર સાથે 9,87,200 નો મુદ્દામાલ પકડી પાડતા શરાબનો વેપલો કરતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો જોકે કારનો ચાલક કાર મૂકી ફરાર થઈ ગયો હતો. પોલીસ વર્તુળ દવારા પ્રાપ્ત વિગતો અનુસાર ગોધરા એલ.સી.બી.પોલીસના પી. આઈ.ડી.એન.ચુડાસમાને ખાનગી બાતમી મળી હતી કે નંબર પ્લેટ વગરની બોલેરો પીક અપ ડાલા કારમાં ભારતીય બનાવટનો વિદેશી શરાબની પેટીઓનો જથ્થો ભરી બારીયા તાલુકાના બામરોલીથી માલુકાટુ તરફ જવાનો છે જેથી ગોધરા એલ.સી.બી.પોલીસે બાતમી વાળી કારની વોચ રાખી ઘોઘંબા તાલુકાના માલુકાટુ ચોકડી ચેકપોસ્ટ ઉપર નાકાબંધી કરી હતી દરમ્યાન બાતમી વાળી બોલેરો પીક અપ ડાલા કારનો ચાલક પોલીસને જોઈ કારને ચેકપોસ્ટ થી થોડે દૂર ઉભી રાખી કાર મૂકી ફરાર થઈ ગયો હતો. પોલીસે ચાલકનો પીછો કરતા રાત્રીના અંધકારનો લાભ લઈ ભાગી છૂટવામાં સફળ થયો હતો. પોલીસે બોલેરો પીક અપ ડાલા કારમાં તાપસ કરતા ભારતીય બનાવટ નો વિદેશી શરાબની 189 પેટી 8424 બોટલો રૂ. 4,87,200 નો જથ્થો મળી આવતા પોલીસે વિદેશી શરાબ સહીત રૂ. 5,00,000 ની કાર સહીત રૂ.9,87,200 નો મુદ્દામાલ જપ્ત કરી બોલેરો પીક અપ ડાલા કારનો ભાગી છુટેલ ચાલક સામે દામાવાવ પોલીસ સ્ટેશને પ્રોહીબીશનનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.