Skip to content
બગસરા વિસ્તારમાંથી બે જુદી જુદી જગ્યાએથી તસ્કરીના નવ મોટર સાયકલ તથા કુવામાંથી પાણી ખેંચવાના બે મશીનો સાથે ત્રણ શખ્સોને રૂ.૩,૨૧,૦૦૦ના મુદામાલ સાથે અમરેલી એલ.સી.બી.એ ઝડપી પાડયા હતા. બગસરા ટાઉનમાંથી ઝડપાયેલ શખ્સ મનોજ ઉર્ફે સંગુ અશોકભાઈ મકવાણા, ઉ.વ.૨૪ રહે. ડો. કામળીયાના દવાળાના વાળા નાકામા, બગસરાના કબ્જામાંથીપાંચ હિરો હોન્ડા પ્લસ કિંમત રૂ.૧,૫૦,૦૦૦ કબ્જે કરેલ હતા. તથા સુડાવડ ગામની સીમમાંથી પકડાયેલ ઈસમો ચંપુ ગભ,ભાઈ વાળા, ઉ.વ. ૩૬ રહે સુડાવડ, તા. બગસરા અને મહેબુબ જમાલ મોર, ઉ.૨૪ રહે. સુડાવડ, તા. બગસરાના કબ્જામાંથી કુવામાંથી પાણી ખેંચવાના મશીન નંગ.૨ કિંમત રૂ.૬,૦૦૦ અને હિરો હોન્ડા પ્લસ નંગ.૨ કિંમત રૂ.૬૦,૦૦૦ તથા હોન્ડા એકટીવા સ્કુટર કિમંત રૂ.૩૦,૦૦૦ અને રોયલ એન્ફીલ્ડ બુલેટ કિમંત રૂ.૭૫,૦૦૦ જપ્ત કરી પોલીસે કાર્યવાહી કરવા બગસરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ હતા.