જુનાગઢમાં જોષીપરા, સરદાર પટેલ સોસાયટી, ઘર નંબર 19માં રહેતા નિર્જલભાઇ પ્રભુદાસભાઈ ગજેરાએ અજાણ્યા ત્રણ ઇસમો વિરૂધ્ધ પોલીસમાં એવા મતલબની ફરિયાદ લખાવેલ છે. નિર્જલભાઇ પ્રભુદાસભાઈ ગજેરાએ પોતાના ઘરમાં સુતા હતા. ત્યારે રાત્રિના અરસા દરમ્યાન કોઈ ત્રણ અજાણ્યા ઇસમો રૂમની લોખંડની નાની જાળી કાઢી રૂમમાં પ્રવેશ કરી કબાટમાં રાખેલ રોકડા રૂ. 25,000 તથા જૂની બુટી જોડી 1કિંમત રૂ.25,000 મળી કુલ રૂ. 50,000 ના મતાની તસ્કરી કરી લઈ જઇ ગુનો કરેલ છે. આ બાબતે બી ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી છે.