લાંભવેટ : ટી પોઈન્ટ ઉપર સ્ટેટીક સર્વેલન્સ ટીમ દ્વારા વિદ્યાનગરથી આણંદ તરફ આવી રહેલી એક હુન્ડાઈ કાર નંબર જીજે ૨૩ એએન ૮૮૦૧ને અટકાવીને તપાસ કરતાં કારમાંથી બીયરના ૨૦ ટીન મળી આવ્યા હતા જેની કિંમત ૧,૧૬૯ રૂપિયા જેટલી થવા જાય છે. પોલીસે કારના ચાલકનું નામઠામ પુછતાં તે માંગલિક પાર્ટી પ્લોટ પાસે આવેલી ધરણી ઉત્પન્ન સોસાયટીમાં રહેતો રમેશભાઈ શીનાજી મારવાડી હોવાનું ખુલવા પામ્યું હતુ. પોલીસે આ બાબતે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.