Skip to content
ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી. પરમારની સુચના અને માર્ગદર્શન હેઠળ આર. આર. સેલના એજાઝખાન પઠાણને મળેલ બાતમી આધારે સોનગઢ તાબેના ભુતીયા ગામની સીમમાં જયેશભાઇ ઘનજીભાઇ મેંદપરા રહે. ભુતીયા વાળાની વાડીમાં જાહેરમાં ગંજીપાના તથા રોકડ રકમ વડે હારજીતનો જુગાર રમતા શખ્સો સુરેશભાઇ દેવજીભાઇ રાઠોડ ઉ.વ.૩૫, રાવતભાઇ લાલજીભાઇ પરમાર ઉ.વ. ૩૧, જયરાજસિંહ ધીરૂભાઇ કટારીયા ઉ.વ.૨૯, દશરથસિંહ હઠીસિંહ ગોહીલ ઉ.વ.૫૨, કમલેશભાઇ જવાહરલાલ જસ્વાલ ઉ.વ.૪૮, રમેશભાઇ જીણાભાઇ રાઠોડ ઉ.વ.૪૨, રાહુલભાઇ ઘેલાભાઇ સોલંકી ઉ.વ.૨૭વાળાઓને રોકડ રૂ.૬૯,૦૮૦તથા મોબાઇલ ફોન-૯ તથા મોટર સાયકલ ૩ તથા ગંજીપાના તેમજ પ્લાસ્ટીકના જુદા જુદા કલરના કોઇન નંગ ૧૮૫ મળી કુલ રૂ.૧,૭૫,૦૮૦ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે. તેમજ શખ્સ ઘનશ્યામભાઇ અરજણભાઇ ચાવડા રહેવાસી-ભુતીયા ગામ, તા. શિહોરવાળો દરોડા દરમ્યાન નાસી ગયેલ હોય જે બધા વિરૂધ્ધમાં જુગારધારા તળે કાયદેસર કાર્યવાહી કરી સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે. આ કામગીરીમાં આર.આર.સેલ.ના બાબાભાઇ આહીર, યોગેન્દ્રસિંહ ગોહીલ, પૃથ્વીરાજસિંહ ગોહીલ, પોલીસ કોન્સ. એજાજખાન પઠાણ, નિતીનભાઇ ખટાણા, જયપાલસિંહ ગોહીલ તથા મીનાઝભાઇ ગોરી જોડાયા હતા.