Skip to content
મોરબી-માળિયા નેશનલ રસ્તા પર નવા સાદુંળકા ગામ પાસે નર્મદા કેનાલ પર આવેલ હેવી પમ્પીંગ સ્ટેશનમાંથી કોઈ અજાણ્યો શખ્સ ટીસી માંથી કોપર કોઈલ સહિત ૪.૪૫ લાખના મુદામાલની તસ્કરી કરી લઇ ગયા હોવાની ફરિયાદ નાયબ કાર્યપાલક ઈજનેરએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં લખાવી છે. મોરબીના રોટરી નગરમાં રહેતા અને પાણી પુરવઠા બોર્ડમાં નાયબ કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવતા શૈલેષ જનકસિંહ વૈધના હસ્તકના ગુજરાત પાણી પુરવઠા બોર્ડ સાદુંળકા પમ્પીંગ સ્ટેશનના ખુલ્લામાં આવેલ ટીસીમાંથી કોઈ અજાણ્યો માણસ પાણીની મોટરનો કેબલ ૩૫ એમએમ ૪ કોર લેકસીબલ કોપર વાયર આશરે ૫૦ મીટર કીમત રૂ.૨૫,૦૦૦, બીજી મોટરનો કેબલ ૩૫ એમએમ ૩ કોર લેકસીબલ કોપર વાયર ૫૦ મીટર કીમત રૂ.૨૦,૦૦૦ અને ૧૧ કેવી ૪૩૩ વોલ્ટ ૧૨૫૦ કેવી ટીસીની કોપર કોઈલ નંગ-૨ આશરે કીમત રૂ.૪,૦૦,૦૦૦ એમ કુલ મુદામાલ ૪,૪૫,૦૦૦ની તસ્કરી કરી લઇ ગયાની ફરિયાદ શૈલેષભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં લખાવી છે. મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી ચોઅરી કરનાર શખ્સોને પકડી પાડવા વધુ તપાસ ચલાવી છે.