ગાંધીનગર આર.આર.સેલે અણીયોર પાસે બોલેરો જીપ ૧.૭૨ લાખનો વિદેશી દારૂ પકડ્યો : બુટલેગરને ઝડપી પાડ્યો

અરવલ્લી : ચૂંટણીનો પર્યાય દારૂની રેલમછેલ બની ગયો છે, ગાંધીના ગુજરાતમાં કહેવાતી દારૂબંધી હવે ફક્ત કાગળ પર જોવા મળે છે. પોલીસ પીધેલાઓને પકડે છે પરંતુ મોટા બુટલેગર, કે દારૂનો સપ્લાય ક્યાં થવાનો હતો તે અંગેની કાર્યવાહી ક્યાંય જોવા મળતી નથી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે પછી લોકસભા, વિધાનસભાની. ચૂંટણી જાહેર થતા જ મતદારોને રીઝવવા દારૂની મહેફિલ જામતી હોય છે. મતદારો પણ ચૂંટણી સમયે લાલ પાણીની ડિમાન્ડ કરતા હોવાથી ગુજરાતમાં મોટા પાયે વિદેશી દારૂ બુટલેગરો દ્વારા ઠાલવવામાં આવે છે. અરવલ્લી જીલ્લા પોલીસતંત્રના બાતમીદારો પર આર.આર.સેલના બાતમીદારો હાવી થઈ રહ્યા છે. ગાંધીનગર આર.આર.સેલનાસ્ટાફે અરવલ્લી જીલ્લાની સરહદ પરથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી અને જુગારના અડ્ડાઓ ચાલતા હોવાથી ધામા નાખ્યા છે. આર.આર.સેલના વીરભદ્રસિંહ અને તેમના સ્ટાફે માલપુર સોમપુર ચોકડીથી ધનસુરા તરફ વિદેશી દારૂ બોલેરો જીપમાં ભરી પસાર થતા ઉભારણના ભરત રમેશ ઠાકોરને અણીયોર કંપા પાસેથી ૧.૭૨ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે પકડી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. માલપુરની સોમપુર ચોકડી તરફથી આવતી બોલેરો જીપની ઝડપ શંકાસ્પદ જણાતા અણીયોર પાસે વોચ ઊભી રહેલી આર.આર.સેલના સ્ટાફે બોલેરો જીપ કાર નંબર જીજે 9 એમ 6046 ને અટકાવી તપાસ કરતાં જીપમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની અને બિયર પેટી-૪૩ તથા છૂટી બોટલ-ટીન મળી કુલ નંગ-૧૬૦૨ કિંમત રૂ.૧,૭૨,૨૦૦ નો જથ્થો કબ્જે કરી ભરત રમેશ ઠાકોરને ઝડપી પાડી જીપની કિંમત રૂ.૪,૦૦,૦૦૦મળી કુલ રૂ.૫,૭૨,૨૦૦નો મુદ્દામાલ કબ્જે કરી ભરત રમેશ ઠાકોર વિરુદ્ધ માલપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દઈ આગળની કાર્યવાહી માલપુર પોલીસ સ્ટેશનને સુપ્રત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *