વિશ્વાસઘાતના ગુનામાં 18 વર્ષથી ફરાર ઈસમ ઝડપાયો

ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશને વર્ષ-2001માં લખાવેલા આઇપીસીની કલમ હેઠળના વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા ૧૮ વર્ષથી નાસતા-ફરતા ઈસમને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કવોડે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો. પેરોલ ફર્લો સ્ક્વોડના ઇન્ચાર્જ પીએસઆઇ એમ.કે.ચૌધરી એ વિગતો આપતાં જણાવ્યું હતું કે, જિલ્લાના નાસતા-ફરતા ઈસમમો પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી રાજ્ય બહાર મોકલેલી હતી. જે અનુસંધાને પોલીસને બાતમી મળી હતી કે, ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશને લખાવેલા ફર્સ્ટ ગુ.ર.ન.૩૭૭/૨૦૦૧ આઇપીસી કલમના ગુના કામે છેલ્લા ૧૮ વર્ષ થી નાસતા ફરતા ઈસમ કલ્યાણસિંહ વિરસિંહ રાઠોડ રહેવાસી,લુણવા જાગીરવાળો રાજસ્થાનથી ટ્રક લઈ કંડલા પોર્ટ આવવાનો છે તેવી હકીકત આધારે પેરોલ ફર્લો ટીમ ગાંધીધામના પો.સબ.ઇન્સ. એચ.એમ.પટેલ તથા પો.સબ. ઇન્સ.એમ.કે.ચૌધરી તથા પેરોલ ફર્લો ટીમ સાથે વોચમાં હતા. તે દરમ્યાન ટ્રાંન્સપોર્ટનગરથી ગત રાત્રિના અરસામાં ધરપકડ કરી ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપ્યો હતો. આ કામગીરીમાં પેરોલ ફર્લો સ્કવોર્ડ પૂર્વ કચ્છના પીએસઆઇ સાથે તથા એ.એસ.આઈ.દીપકકુમાર શર્મા, હેડ કોન્સ જય પ્રકાશ અબોટી, પો કોન્સ બાબુભાઇ ક્લોત્રા જોડાયેલ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *