સુરજકરાડી અને ઓખામાં જુગાર રમતા ઇસમને પોલીસે પકડી પાડી કુલ મળી રૂ. 13,180 ની મતા જપ્ત કરી લીધી હતી. મળતી વિગત અનુસાર સુરજકરાડીમાં બાલમંદિર નજીક મોબાઈલ ફોનમાં લુડો ગેમ્સ ઉપર શરત લગાવી જુગાર રમતા દિપક પુંજાભાઈ ચાસિયા, સુજલ ઉર્ફે કાનો નામના બે ઇસમને મીઠાપુર પોલીસે રૂ. 11,780 ની મતા સાથે પકડી લીધા હતા. જ્યારે ઓખામાં વર્લી મટકનો જુગાર રમતા એલીયાસ જાફરભાઈ બેતારા નામના ઇસમને ઓખા મરીન પોલીસે રૂ. 1,400 ની રોકડ સાથે પકડી લીધો હતો.