ખેડા જિલ્લામાં ધમધમતા જુગારધામ પર પોલીસની રેડ : અલગ-અલગ બે સ્થળોએથી 11 ઇસમોની અટકાયત

ખેડા જિલ્લામાં મહુધા તેમજ ભાનેરમાં ચાલતાં જુગારધામ પર પોલીસ ત્રાટકી જુગાર રમી રહેલાં કુલ ૧૧ ઇસમોને ઝડપી પાડ્યાં છે. અને તેમની પાસેથી કુલ રૂ.૧,૩૪,૪૪૦ નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ બાબતે મળતી વિગતો મુજબ મહુધા ગામમાં આવેલ ચકલીમાં કાજીની હવેલી પાસે રહેતાં મહંમદફારૂક અબ્દુલલતીફ શેખ પોતાના મકાનમાં પત્તાપાનાનો જુગાર રમાડતો હોવાની માહિતી ખેડા જિલ્લા એલસીબી પોલીસને મળી હતી. જેથી એલસીબી પોલીસની ટીમે ઉક્ત સ્થળે ગતરાત્રિના અરસામાં રેડ પાડતાં નાસભાગ મચી હતી. જેમાં જુગાર રમાડનાર મહંમદફારૂક અબ્દુલલતીફ શેખ નાસી ગયો હતો. જ્યારે જીગરખાન ઉર્ફે કાકા રસુલખાન પઠાણ (બારકોશીયા રોડ, નડિયાદ), મુસ્તાકભાઈ ઉર્ફે ભુરીયો મહંમદભાઈ મલેક (નડિયાદ), પ્રમોદભાઈ ઉર્ફે પલો રામાભાઈ રાવળ (અમદાવાદી દરવાજા બહાર, નડિયાદ), મહેશભાઈ ઉર્ફે કિરણભાઈ અમરીશભાઈ મીસ્ત્રી (વીણાં, તા.નડિયાદ), જશુભાઈ છોટાભાઈ રાવળ (વીણા), નિકુલેશભાઈ કાન્તીભાઈ પારેખ (ઉત્તરસંડા) અને જગદીશભાઈ છોટાભાઈ વાઘેલા (ઉત્તરસંડા)જુગાર રમતાં રંગે હાથે ઝડપાઈ જવા પામ્યા હતા. પોલીસને દાવ ઉપરના રોકડા રૂ.૮,૮૦૦, અંગજડતીમાંથી રૂ.૧૬,૫૦૦, મોબાઈલ ફોન નંગ ૬ કિંમત રૂ.૩,૦૦૦, એક્ટિવા કિંમત રૂ.૫૦,૦૦૦ તેમજ અન્ય વસ્તુઓ મળી કુલ રૂ.૭૮,૩૦૦ નો મુદ્દામાલ મળી આવતાં તે કબ્જે કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *