Skip to content
સરાયા ગામના પાટીયા નજીક એક મોટર સાયકલ ચાલક પોતાનું મોટર સાયકલ નં. પ્લેટ વગરનું લઈને ડબલ સવારીમાં શંકાસ્પદ હાલતમાં નીકળતા મજકુર નજીક આર.ટી.ઓ. રજીસ્ટ્રેશનના કાગળો માંગતા નહી હોવાનું જણાવેલ મજકૂરનું નામ પુછતા પોતે રોહીત મોહનભાઇ ચાપડા ઉ.વ.૨૬ રહે- રાજકોટ જંગલેશ્વર ભીમરાવ ચોક શેરી નં.૩૫ તા.જી.રાજકોટ તથા સલેમાન ઉર્ફે સલીયો મામદભાઇ વિકીયા ઉ.વ.૩૭ રહે.સરાયા તા.ટંકારા જી.મોરબીવાળા હોવાનું જણાવેલ અને મોટર સાયકલ જોતા જે હોન્ડા કંપનીનું એકટીવા મોટર સાયકલ કાલા કલરનું હોય જેના પાછળ રજી નંબર લખેલ ન હોય જેથી મોટર સાયકલના એન્જીન નંબર જોતા-જેએફ ૬૫૦ ઇ ૯૦૬ ૫૦૩૮ તેમજ ચેસીસ નંબર એમઇ ૪ જેએ ૬૫૦ સીએ જેયુ ૦૬૫ ૦૦૯ જેની ખરાઈ કરતાં રાજકોટ શહેર થોરાળા પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.૩૫/૨૦૧૯ આઇ.પી.સી. કલામના કામે ચોરેલ હોવાનું જાણતા જેની કિંમત રૂ.૧૫,૦૦૦/- ગણી. મોટર સાયકલ પંચનામાની વિગતે સી.આર.પી.સી કલમ મુજબ જપ્ત કરી મોટર સાયકલ ચાલક તથા તેની સાથેના શંકુને સી.આર.પી.સી. કલમ મુજબ રાત્રિના અરસામાં ધરપકડ કરેલ છે.