Skip to content
રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એમ.ભરવાડ જેતપુર વિભાગનાઓ તરફથી દા તથા જુગારની બદ્દીને સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા આપેલ સુચના હોય જે બાબતે ધોરાજી પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. વી.એચ.જોશીના માર્ગદર્શન હેઠળ ઙ્કીએસઆઇ એસ.એમ.વસાવા ઙ્કીએસઆઇ, જે.બી.મીઠાપરા તથા એચસી લાલજીભાઈ જાંબુકીયા તથા ઙ્કીસી અનિરુદ્ધસિંહ ઝાલા, ઙ્કીસી અશોકભાઈ મણવર, ઙ્કીસી અજિતભાઈ ગંભીર, ઙ્કીસી બળદેવભાઈ સોલંકી એમ બધા ધોરાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમીયાન ખાનગી રાહે મળેલ હકીકત આધારે ધોરાજી ચીસતીયા કોલોની નજીક જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા શખ્સ સિકંદર સબીરભાઈ દેરડી વાળા તથા જાફર હારૂનભાઇ ગાજરા તથા ઇમરાન મહમદભાઇ ગરાણા તથા અકબર ભાઈ ઈકબાલભાઈ બકાલી તથા અશફાક અશરફભાઈ દેવડીવાલા તથા જુનેદ ઉર્ફે બબલુ જીકરભાઈ કલુડી રહે બધા ધોરાજી વાળાઓને રોકડા રૂ.13,360 ના મુદ્દામાલ સાથે મળી આવતા મજકુરો વિરુદ્ધ ગુન્હો દાખલ કરી કાયદેસરની તપાસ કરેલ છે.