અંકલેશ્વર GIDC વિસ્તારમાંથી બે શખ્સોની પિસ્તોલ સાથે અટક કરતી વડોદરાની આર.આર. સેલ

વડોદરા આર.આર.સેલની ટીમને મળેલ બાતમીના આધારે પેટ્રોલીંગમાં હતા. દરમિયાન અંકલેશ્વર જિ.આઇ.ડી.સી. કનોરીયાકંપની સામેના રસ્તા ઉપરથી કોઇ ગર્ભીત કારણોસર પલ્સર બાઇક નં. જીજે 06 એમસી1400 લઈને જતા બે શખ્સોને રોકી તેમની પુછતાછ કરતા તેમણે તેમના નામ બિરેન્દરસીંગ જરામી૨શીંગ, હાલ ૨હે.મીરાનગ૨, અંકલેશ્વર જિ.આઇ.ડી.સી.,જી.ભરૂચ મુળ રહે.દાલનગર તા.બલીયા જિ.લખીમપુ૨ ખીરી (ઉ.પ્ર.) અને રાજશીંગ ઉર્ફે રાજુ સરદાર ઉર્ફે રાજુ સરદાર બાબુરીંગ ગુરૂ, હાલ રહે.બી/4,કૈલાશપાતિ સોસાયટી,૨ણોલી છી.વડોદરા મુળ રહે.કાબડા કોઠી ગામ.તા.જિ.સંગરૂ૨(પંજાબ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેમની સઘન પુછતાછ કરતા તેમની પાસેથી પિસ્તોલ નંગ ૦૧ કિંમત રૂ.૨૫,૦૦૦, કારતુસ નંગ ૦૬ કિંમત રૂ.૬૦૦, બજાજ પલસર બાઇક કિંમત રૂ.૫૦,૦૦૦ અને મોબાઇલ નંગ ૦૨ કિંમત રૂ.૧,૫૦૦ મળી કુલ ૭૭,૧૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *