ભુજ તાલુકાનાં માધાપર ગામના બસસ્ટેશન નજીક યુવાનને લાકડી વડે માર મરવામાં આવ્યો હતો. આ બાબતે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર સુરેશકુમાર રામજીભાઇ ઠક્કર માધાપરના બસસ્ટેશન પર મહંમદભાઈની ચાની હોટલ પર હતા. ત્યારે ઈમરાન તથા આરીફે આવીને રૂપિયાની ઉઘરાણી બાબતે લાકડી વડે માર માર્યો હતો. જેના પરિણામે કમર તેમજ પીઠમાં ઇજા પહોચતા તેમણે સારવાર અર્થે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.