રાજકોટ જિલ્લામાં દા-જુગારના હાટડા બંધ કરાવવાના એસપીના આદેશથી જેતપુર પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન જેતપુરમાં નવાગઢ રસ્તા પર જાહેરમાં વરલીના આંકડા વડે જુગાર રમતા બે શંકુને પકડી પાડી તેની પાસેથી 11,800ની મત્તા જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર જેતપુરમાં નવાગઢ રસ્તા પર જાહેરમાં વર્લીના આંકડા વડે જુગાર રમાડતો હુસેન ઈબ્રાહીમ બાવાણી અને ઈકબાલ ઉર્ફે ગીનો અબુ લાખાણીની જમાદાર એમ.એન.વાળા સહિતના સ્ટાફે અટક કરી તેની પાસેથી રૂ.11,800ની રોકડ સહિતની મત્તા જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.