જૂનાગઢ જિલ્લામાં જુગારના અડ્ડાઓ ઉપર પોલીસનો દરોડો, ૨૭ શખ્સો પકડાયા

જૂનાગઢ જિલ્લામાં પોલીસના અલગ અલગ પાંચ સ્થળે જુગારના અડાઓ ઉપર દરોડો કરીને જુગાર રમતા ૨૭ ઇસમોને પકડી પાડી ૨૫ મોબાઈલ, ૬ બાઈક સહિત ૨.૪૮ લાખનો મુદામાલ જપ્ત કરીને તપાસ હાથ ધરી છે. જૂનાગઢ એલસીબીએ દીવાનચોકમાં ઓટા ઉપર ઘોડીપાસાનો જુગાર રમતા ઈબ્રાહીમ મકરાણી, ભાવેશ જોબનપુત્ર, અમજદઅલી પઠાણ અને જગદીશ રાજા નામના ચાર શખ્સોને પકડી લીધા હતા. સ્થળ ઉપરથી પોલીસને ૨૫,૫૪૦ રોકડા, અને ચાર મોબાઈલ જપ્ત કરી તપાસ કરી હતી. દરોડા દરમિયાન સમીર આરબ સહિતના ચાર શખ્સો નાસી ગયા હતા. એ ડીવીઝન પોલીસે ગણેશનગર નજીક જુગાર રમતા રાકેશ નાનકદાસ સોલંકી, અજય કુકડીયા સહિતના પાંચ ઈસમને પોલીસે ૩,૫૦૦ રોકડા, પાંચ મોબાઈલ, અને એક બાઈક સહિત ૧૫,૫૦૦ નો મુદામાલ સાથે પાકદિ પાડી તપાસ કરી હતી. આ ઉપરાંત વિસાવદર પોલીસે ગાયત્રી પ્લોટમાં બીપીન જોતંગીયા અને હરેશ નામના બે ઈસમને ઝડપી ૨,૦૭૦ ની રોકડ જપ્ત કરી હતી. ચોરવાડ પોલીસે લીમડા ચોકમાં મોબાઈલમાં લૂડો ગેમ્સ ઉપર હારજીતનો જુગાર રમતા દિલીપ ચુડાસમા સહિતના ત્રણ ઈસમને પકડી પાડી ૪ મોબાઈલ, ૨,૧૬૦ રોકડા મળીને કુલ ૭,૧૬૦ નો મુદામાલ જપ્ત કર્યો હતો. એલસીબીએ ચોરવાડના બરુણા ગામે દરોડો કરીને શાંતિલાલ મૂંગેરાની વાડીમાંથી જુગારધામ ઝડપી પાડયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *