જુગારની મોસમ હવે માત્ર શ્રાવણના બદલે બારેમાસ ફુલતી ફાલતી જોવા મળી રહી હોય તેમ પોલીસ ચોપડે રોજેરોજ જુગારીઓ ઝડપાવવાનો સિલસીલો મોટાભાગે જારી જ રહે છે. ત્યારે ભુજમાં બાવળની ઝાડીમાં તીનપતીનો જુગાર રમતા 3 શંકુને પોલીસે પકડી પાડયા હતા. બી ડીવીઝન પોલીસે કરેલી આ કાર્યવાહીમાં મામદ કાસમ કુંભાર, અબુભખર મામદ કુંભાર અને મામદ હુશેન બાવા સુરલભીટ મંદિરની પાછળના ભાગે તીનપતીનો જુગાર રમતાં ઝડપાઇ ગયા હતા. જુગારીઓ પાસેથી પોલીસે 1,900ની રોકડ અને અન્ય મુદામાલ જપ્ત કરી બધા વિરુધ્ધ જુગારધારાની કલમ તળે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી હતી.