અંકલેશ્વર નેશનલ હાઇવે પર આવેલ એરોમા હોટલના કમ્પાઉન્ડમાં કાચનો સમાન ભરેલ ટ્રકની તસ્કરી કરનાર શખ્સની ધરપકડ કરી કાયદેસરની તજવીજ હાથ ધરી છે. મૂળ યુપીના ફિરોજનગરનો અને હાલ અંકલેશ્વરની કાશી કલકત્તા ટ્રાન્સપોર્ટમાં ટ્રક નંબર. જીજે 05 બીવી 8839 ઉપર ચાલક તરીકે ફરજ બજાવતો નવાઝીશખાન અબ્દુલખાન ગુજરાત ગાર્ડિયન કંપનીમાંથી કાંચની પેટીઓ ભરીને બનારસ ખાતે જવા નીકળ્યો હતો. તે વેળા તેણે પોતાની ટ્રક અંકલેશ્વર નેશનલ હાઇવે પર આવેલ એરોમા હોટલમાં પાર્ક કરી રાતે ઉંધી રહ્યો હતો. દરમિયાન ટ્રક સહીત કાંચની પેટીઓની તસ્કરી કરી કોઈ શખ્સો પલાયન થઇ ગયા હતા. તસ્કરી અંગે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશને 11.55 લાખના કાચની પેટી અને આશરે 10 લાખની ટ્રક મળી કુલ 21.55 લાખની તસ્કરીની ફરિયાદ લખાવી હતી. પોલીસે ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી હતી. દરમિયાન પોલીસે બાતમીના આધારે રાજપીપળા ચોકડી નજીક આવેલ વિશ્વકર્મા બોડી રીપેરીંગ વર્કશોપમાંથી ટ્રક સહિતના સમાન મળી કાપોદ્રા પાટિયા નજીકની રાધેપાર્ક સોસાયટીમાં રહેતા હેમરાજ લાલચંદ જાંગીદની ધરપકડ કરી તેની વધુ તજવીજ હાથ ધરી છે.