બે વર્ષ માટે તડીપાર કરેલો ઈસમ પકડાયો

પુર્વ કચ્છની લોકલ ક્રાઈમ બ્રાંચ ટીમે જિલ્લામાંથી તડીપાર કરેલો ઈસમ તેના ગામમાં જ હોવાની બાતમી મળતા ત્યાં પહોંચી હતી, અને ઈસમ ત્યાં મળી આવતા ધરપકડ કરી હતી. અગાઉથી જ ભચાઉ એસડીએમના હુકમથી બે વર્ષે માટે જિલ્લામાંથી તેના ગુન્હાહીત ઈતીહાસને ધ્યાનમાં રાખીને તડીપાર કરાયેલા ઈસમ ભચુ મોમાયા કોળી (રહે.ઘણીથર તા.રાપર) એ પોતાના ગામમાં હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમે જઈને તપાસ કરતા હાજર મળી આવ્યો હતો. જેને આગળની તપાસ માટે આડેસર પોલીસને સોંપાયો હતો. આ કામગીરીમાં એલસીબી પીએસઆઈ એમ.એસ. રાણા વગેરે જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *