Crime રાનકુવામાં બેટરીના અજવાળામાં જુગાર રમતા છ શંકુઓ ઝડપાયા 6 years ago Kutch Care News ચીખલી તાલુકાના રાનકૂવામાં એલસીબી પોલીસે રાત્રિના અરસા દરમિયાન દરોડો પાડતા ખુલ્લા મેદાનમાં બેટરીના અજવાળાથી ચકલી-પપલીનો જુગાર રમતા ૬ જેટલાને પકડી પાડી અન્ય ૯ જેટલાને વોન્ટેડ જાહેર કર્યા છે અને ૯ મોટર સાઈકલો સહિત ૩ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગત પ્રમાણે એલસીબી પોલીસે સોમવારની રાત્રિના અરસામાં રાનકૂવા રૂપાલી સ્ટુડિયોની સામે આવેલા ખુલ્લા મેદાનમાં ટોર્ચના અજવાળામાં ચાર્ટ પેપરમાં અલગઅલગ ચિત્ર ઉપર ચકલી-પપલીનો જુગાર રમતા ૬ જેટલાને પકડી પાડી અંગ ઝડતીમાં રોકડ ૮,૭૪૦ રૂપિયા ચિત્ર ઉપર દાવ પરના ૧,૩ર૦ ચાર નંગ મોબાઈલ ફોન ર૧,૦૦૦ પ્લાસ્ટિક કોથળીમાંથી ૩,પ૦૦ નવ મોટર સાઈકલના ર,૬પ,૦૦૦ મળી કુલ ૩,૦૦,૦૬૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી પંદર જેટલા ઇસમો સામે જુગારધારાની જોગવાઈ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી પોસઈ જિજ્ઞોશ ગામીતે હાથ ધરી હતી. રાનકુવા ગામેથી અટકાયત કરાયેલ શંકુઓ સેતુભાઈ કાંતુભાઈ પાડવી(રમાડનાર રહે રંગપુર મોહપાડા ફ. તા.વાંસદા) દશરથ મણિ પટેલ(રાનકુવા સિંદુર ફ. તા.ચીખલી) રતિલાલ અમ્રત પટેલ (રાનકુવા હનુમાન ફ.) આશિષ ગુલાબ કુકણા પટેલ(રહે રંગપુર તળાવ ફ.) જિજ્ઞોશ પ્રવિણ પટેલ (હરણગામ સુધાવાડી ફ.) રમેશ ખંડુ પટેલ(પ્રતાપનગર પારસી ફ.) વોન્ટેડ શંકુની યાદી હીરો હોન્ડા સ્પ્લેન્ડર જીજે ર૧ એએન ૭૪૦, હીરો હોન્ડા સ્પ્લેન્ડર જીજે ર૧ એએન પ૭પ૪ સુપર સ્પ્લેન્ડર જીજે ર૧ બીએલ ૭ર૯૪, સુપર સ્પ્લેન્ડર જીજે ર૧ બીએલ ૩૧૪૦, એક્ટિવા મોપેડ જીજે ર૧ બીએે ૦૧ર૪, એક્ટિવા મોપેડ જીજે ર૧ બીકે ૬૪પ૯, નંબર વિનાની સ્પ્લેન્ડર પ્લસ હીરો સ્પ્લેન્ડર જીજે ર૧ બીકે ૦પર૬, બજાજ સિટી ૧૦૦ જીજે ર૧ બીએલ ૧૭પ૯, આ મોટર સાઈકલચાલકોને વોન્ટેડ જાહેર કરાયા. Continue Reading Previous બે વર્ષ માટે તડીપાર કરેલો ઈસમ પકડાયોNext નાનીદધ્ધરમાંથી બે દેશી બંદુક અને આઠ બાઈક સાથે બે ઈસમ પકડાયા More Stories Breaking News Crime Kutch ભારતનગરમાં સોનલનગરના બંધ મકાનમાંથી દાગીના તેમજ રોકડ સહિત કુલ 2 લાખની તસ્કરી થતાં ચકચાર 7 hours ago Kutch Care News Breaking News Crime Kutch સગીરાની છેડતી કરનાર યુવાનના પિતાએ દીકરાને સમજાવવાના બદલે ફરિયાદી પરીવાર સાથે જ કર્યો ઝગડો : પિતા-પુત્રને કરાયા જેલના હવાલે 7 hours ago Kutch Care News Breaking News Crime Kutch ટક્કર માર્યા બાદ કારચાલક પર હુમલો 10 hours ago Kutch Care News Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment.