ઇગ્લીંશ દારૂના ગુન્હામાં ૪ વર્ષથી ફરાર શખ્સને પકડી લેતી બરવાળા પોલીસ

બરવાળા પોલીસ સ્ટેશનમાં લખાવેલ વિદેશી દારૂના બનાવનો છેલ્લા ચાર વર્ષથી નાશતો ફરતો શખ્સને વડોદરાથી ઝડપી પાડ્યો હતો. આ અંગે બરવાળા પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગત મુજબ આગામી સમયમાં લોકસભા ચુંટણી-૨૦૧૯ યોજાનાર હોય જે ચૂટણી અંતર્ગત બોટાદ જીલ્લામાં ચુટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે યોજાય તે હેતુથી હર્ષદકુમાર મહેતા તેમજ રાજદિપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશનના ગુન્હાઓના નાસતા ફરતા શખ્સોની ધરપકડ કરવા માટેની કાર્યવાહી કરવા સુચના અન્વયે બરવાળા પોલીસ સ્ટેશનના આર.કે.પ્રજાપતિ સહિતના સ્ટાફ દ્વારા નાશતા ફરતા શખ્સને પકડવા તજવીજ હાથ ધરવામાં આવતા બરવાળા પોલીસ સ્ટેશન પ્રોહીબીશનના ગુન્હાનો શખ્સ ઉમેશ ઉર્ફ ફાલ્ગુન સવયલાલ તડવી રહે.વડોદરા નર્મદાવાળાને બરોડા એસ.ઓ.જી. દ્વારા ઝડપી પાડતા સદરહુ શખ્સોનો કબ્જો બરવાળા પોલિસ દ્વારા મેળવી નાસતા શખ્સને ધરપકડ કરી કાયદેસરની તપાસ કરવામાં આવેલ છે. શખ્સ ઉમેશ ઉર્ફ ફાલ્ગુન સવયલાલ તડવી સને ૨૦૧૪ માં ભારતીય બનાવટની વિદેશી દારૂ અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ ૫૯૧ કિંમત રૂ.૧,૮૯,૬૦૦ ના ગુન્હામાં સંડોવાયેલ હતો અને છેલ્લા ચાર વર્ષથી નાશતો ફરતો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *