ટંકારાના ઓટાળામા જુગાર રમતા ૭ શખ્સો ઝડપાયા

ટંકારા : મોરબી એલસીબીએ ટંકારાના ઓટાળા ગામની સીમમાં ચાલતા જુગારધામ ઉપર રેડ પાડીને જુગાર રમતા ૭ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ સાથે રૂ. ૩.૭૩ લાખની રોકડ જપ્ત કરી એલસીબીની ટીમે ધોરણસરની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત થતી વિગત અનુસાર ટંકારા તાલુકાના ઓટાળા ગામે અશ્વિન કરશનભાઇ દેસાઇના ભોગવટા વાળી વાડીની ઓરડીમાં ગંજીપતાના પાના વડે જુગાર રમતા અશ્વિન કરશનભાઇ દેસાઇ રહે. ઓટાળા, ભાવેશ શાંતીલાલભાઇ દેશાઇ રહે.ઓટાળા, ભાસ્કર સુંદરજીભાઇ દેશાઇ રહે.ઓટાળા, ભરત કરશનભાઇ કકાસણીયા રહે.મોરબી, ભરત ગોરધનભાઇ સવસાણી રહે.હિરાપર, બાબુ રૂગનાથભાઇ ભાડજા રહે.મોરબી અને રાજેશ બચુભાઇ કાસુન્દ્રા રહે. ભક્તિનગર સર્કલ પાસે, મોરબી વાળાને રોકડા રૂ.૩,૭૩,૫૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૧ કિંમત રૂ.૫૦૦ તથા ગંજીપતાના પાના નંગ પર વગેરે મળી કુલ મુદામાલ કિંમત રૂ.૩,૭૪,૦૦૦ સાથે ઝડપી પાડી ઇસમો વિરૂધ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં જુગારધારા મુજબનો ગુનો નોંધણી કરાવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *