સાબરકાંઠા જિલ્લા પોલીસે વિજયનગર વિસ્તારમાંથી દારૂ ઝડપી પાડવામાં સફળ

વિજયનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોજાડીયા થી પાડેળા જતા રસ્તા પરથી વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ-બિયર બોટલ નંગ ૨૪૦ કિંમત રૂ.૫૧,૦૦૦ ના મુદામાલની હેરાફેરી કરતી મહેન્દ્રા મેકસ જીપ નંબર જીજે સીડી 6958 કિંમત રૂ.૨,૦૦,૦૦૦ મળી કુલ કિંમત રૂ.૨,૫૧,૦૦૦ મુદ્દામાલ પકડી પાડી ગણનાપાત્ર કેશ કરતી વિજયનગર પોલીસ આગામી લોકસભા ચુંટણી-૨૦૧૯ અન્વયે આદર્શ આચાર સહિતાનો ચુસ્તપણે અમલ કરાવવા તથા આમ જનતા નિષ્પક્ષ અને ભયમુક્ત રીતે મતદાન કરી શકે તે હેતુંથી અસરકારક કામગીરી કરવા સાબરકાંઠા પોલીસ અધિક્ષકશ્રી, ચૈતન્ય મંડલીક સાહેબ નાઓએ સુચના આપેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.એમ.ચૌહાણ સાહેબ તથા ખેડબ્રમા સર્કલ પોલીસ ઇન્સ્પેકટર શ્રી એમ.ટી.ગમાર સાહેબના માર્ગદર્શન મુજબ અમો પો.સ.ઇ. વાય.વાય. ચૌહાણ તથા અ.પો.કો.પ્રધ્યુમનસિંહ તેજમલસિંહ તથા અ.હે.કો.પ્રવિણભાઇ પ્રભાભાઇ તથા અ.હે.કોન્સ. જગદીશભાઇ દલજીભાઇ તથા વિરચંદભાઇ કાવાજી તથા આ.પો.કો. રમેશભાઇ કાલીદાસ તથા ડ્રાઇ.આ.પો.કો.સુરેશભાઇ કાળાભાઇનાઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા દરમ્યાન ખાનગી બાતમી હકીકત આધારે વિજયનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોજાડીયા થી પાડેળા જતા રસ્તા પરથી એક મહેન્દ્રા મેકસ ગાડી નં- જીજે 5 સીડી 6958 ની પુરઝડપે નીકળેલ જેથી મહેન્દ્રા મેક્સ ગાડીનો સરકારી ગાડીથી પીછો કરતાં મહેન્દ્રા મેક્સનો ચાલક પોલીસ ગાડીનો પીછો જોઇ થોડે દુર જતાં પોલીસ થી ગભરાઇ પોતાની ગાડી રોડની સાઇડમાં ઉતારી ગાડી મુકી નાસી ગયેલ જે મહેન્દ્રા મેકસ ગાડીમાં વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની કુલ બોટલ નંગ ૬૦ તથા બિયર બોટલ નંગ ૧૮૦ મળી કુલ રૂ.૫૧,૦૦૦નો તથા મહેન્દ્રા મેકસ જીપ નંબર જીજે 5 સીડી 6958 કિંમત રૂ.૨,૦૦,૦૦૦ મળી કુલ કિંમત રૂ.૨,૫૧,૦૦૦ નો મુદામાલ જપ્ત કરી ગણનાપાત્ર કેશ શોધી ગાડીના ચાલક વિરુધ્ધ ગુન્હો નોધી કાર્યવાહી હાથ ધરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *