વારાણસી અને મુંબઈથી આઇપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો લગાવતા ત્રણની અટક : 1.68 લાખનો માલસામાન કબ્જે

નવી દિલ્હી : ઇન્ડિયન પ્રિમીય લીગ આઈપીએલમાં સટ્ટો રમતા ત્રણ બુકીને અહરોરા પોલીસે અટક કરી છે. આ લોકો પાસેથી 1.68 લાખનો મુદામાલ પણ કબ્જે કરી લેવામાં આવ્યો છે. પોલીસ અદિકારી અમિતકુમારે જણાવ્યું કે બુકી અંગેની મળેલ માહિતીના આધારે પોલીસે બારડીહ ગામના રહેવાસી શિવકુમાર બિંદના ઘરે દરોડો પાડ્યો હતો અને ત્યાંથી તેમને શિવકુમાર, મનોજ કુમાર યાદવ અને પૂર્ણમાસી બિંદની અટક કરી હતી. પૂછતાછ કરતા પોલીસને માહિતી આપતા કહ્યું કે ત્રણેય વારાણસી અને મુંબઈમાં મોટાપાયે બુકીનું કામ કરતા હતા. મુખ્ય બુકી તરીકે શિવકુમાર કામ કરતો હતો અને તેને પોલીસને કહ્યું કે તે વારાણસીમાં રહેનાર મંગળ નજીક મેચ પર સટ્ટો લગાવતો હતો અને માત્ર મોબાઈલ દવતા જ તમામ માહિતી આપવામાં આવતી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *