નવસારીના ઈટાળવા નજીક દારૂ ભરેલી કારે હડફેટે લેતા બાઈક સવારનું મૃત્યુ

નવસારીના ઈટાળવા પાસે આજે બપોરના અરસામાં એક દારૂ ભરેલી કારે બાઈક ચાલકને અડફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બાઈક ઉપર સવાર અન્ય ત્રણ શખ્સોને ઈજા થતા સારવાર માટે નવસારીની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાની જાણ નવસારી એલ.સી.બી પોલીસને થતા એલ.સી.બી.પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *