“હનીટ્રેપમાં ગુન્હામાં છેલ્લા દોઢ વર્ષથી નાશતા ફરતા આરોપણ બહેનની ધરપકડ કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજ”

નખત્રાણા પોસ્ટેમા ગુના રજીસ્ટર નંબર ૧૧૨૦૫૦૩૫૨૩૦૫૨૪ કલમ 309,३८८, ૧૨૦ (બી),૩૪ મુજબ ગઈ તા.૦૫/૦૬/૨૦૨૩ ના રોજ ગુનો રજીસ્ટર થયેલ જે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા માટે શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ i /c પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ- ભુજનાઓએ સુચના આપેલ.
જે સુચના અનુસંધાને લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબ તથા એ.એસ.આઈ. જયેન્દ્રસિંહ જાડેજા, કૃષ્ણદેવસિંહ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મયુરધ્વજસિંહ જાડેજા તથા મહિલા પોલીસ કોન્સ્ટેબલ વર્ષાબેન ગાગલનાઓ આરોપીની તપાસમા હતા. દરમ્યાન સદર ગુન્હા કામેના આરોપણ બહેન કોમલબેન દયારામભાઇ જેઠવા રહે. નાની નાગલપર,જેઠવા ફાર્મ, વાડી વિસ્તાર તા.અંજારવાળા કુકમા ગામ તા.ભુજ ખાતેથી મળી આવતા હસ્તગત કરી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજ ખાતે લાવી પ્રાથમીક પુછપરછ કરી ઉપરોકત ગુના કામે અટક કરવામાં આવેલ.
→ પકડાયેલ આરોપી
કોમલબેન ડો/ઓફ દયારામભાઇ જેઠવા તથા વા/ઓફ શેખરભાઇ પરમાર રહે. નાની નાગલપર, જેઠવા ફાર્મ, વાડી વિસ્તાર તા.અંજાર