આદિપુર નજીકથી રિવોલ્વર સાથે એક શખ્સને પોલીસે ઝડપ્યો

copy image

copy image

સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, આદિપુરથી અંજાર જતા માર્ગે રિવોલ્વર સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, આદિપુરથી અંજાર જતાં માર્ગ પર આવેલા વળાંક નજીક ઊભેલા શખ્સે પોતાના કબ્જામાં ગેર કાયદેસર રીવોલ્વર રાખેલ છે. મળેલ બાતમીના આધારે હકીકત વાળા સ્થળ પર કાર્યવાહી કરવામાં આવેલ હતી. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન અહી ઉભેળ શખ્સની તલાશી લેતા તેની પાસેથી કાટ ખાધેલી, ખામીયુકત રૂા. 10,000ની એક રિવોલ્વર મળી આવેલ હતી. પોલીસે પકડાયલ શખ્સ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.