રાપર ખાતે આવેલ બાદરગઢમાં દેશી બંદૂક સાથે શખ્સ ઝડપાયો

hathkadee

copy image

copy image

    રાપર ખાતે આવેલ બાદરગઢમાં દેશી બંદૂક સાથે શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ રાપર તાલુકાનાં બાદરગઢમાં મેઘ મેડી વાડીવિસ્તારમાં રહેતા આરોપી શખ્સને પોલીસે પોતાની ગિરફ્ત્મા લીધો હતો. જાણવા મળી રહ્યું છે કે, હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન પકડાયેલ શખ્સ પાસેથી વાડીમાં સંતાડેલી રૂા. 5000ની દેશી બંદૂક નીકળી પડી હતી. પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.