સુરત: સલાબતપુરા વિસ્તારમાંથી પકડાયો નકલી પીએસઆઈ

સલાબતપુરા વિસ્તારમાંથી એસ.ઓ.જી.પોલીસે નકલી પી.એસ.આઈ.ને પકડી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી ૮ હજારની મત્તા જપ્ત કરી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. સલાબતપુરા વિસ્તારમાંથી એસઓજી પોલીસ દ્વારા નકલી પીએસઆઈને પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસે નકલી પીએસઆઈની અટકાયત કરી પૂછપરછ કરતા તેનું નામ ધનજીભાઈ લહેરી હોવાનું સામે આવ્યું છે. સલાબતપુરા વિસ્તારમાં ખાખી વર્દી પહેરી ફરતો હોવાની એસઓજીને બાતમી મળી હતી. આ બાતમી આધારે એસઓજીએ ધનજીભાઈની અટકાયત કરી છે. અને કેમ પીએસઆઈની વર્દી પહેરીને ફરતો હતો તે બાબતે તપાસ શરૂ કરવામાં આવી છે. અને પોલીસે એ પણ તપાસ કરી રહી છે કે, શું પોલીસના નામે કોઈને દમ મારતો હતો કે કેમ. આ ઉપરાંત પોલીસે તેની પાસેથી અલગ અલગ આઈકાર્ડ પણ જપ્ત કર્યા છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *